Hymn No. 1676 | Date: 27-Jan-1989
|
|
Text Size |
 |
 |
લઈ આશાઓ, ભરી આશાઓ રે માડી, આવ્યા તારે દ્વાર
Layi Ashao, Bhari Ashao Re Madi, Avya Tare Dwar
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
લઈ આશાઓ, ભરી આશાઓ રે માડી, આવ્યા તારે દ્વાર થાશે ના પૂરી, તારે દ્વાર માડી, થાશે ના પૂરી બીજે રે ક્યાંય ખરડાયેલાં કપડાં પહેરી રે માડી, આવ્યા તો તારે ઘાટ થાશે ના ચોખ્ખા તારે ઘાટ માડી, થાશે ના ચોખ્ખા બીજે ક્યાંય ઊંચકી ચિંતાનો ભાર રે માડી, આવ્યા અમે તો તારી પાસ થાશે ના ખાલી તારી પાસ રે માડી, થાશે ન ખાલી બીજે રે ક્યાંય આંખે વહેતા આંસુએ રે માડી, આવ્યા છીએ રે તારી પાસ લુછાશે ન આંસુ જો એ તારી પાસે, લુછાશે ના બીજે રે ક્યાંય અશાંત હૈયે રે માડી, આવ્યા છીએ રે તારી પાસ શાંતિ ન પામીયે રે તારી પાસે, મળશે ન શાંતિ બીજે રે ક્યાંય દુઃખ દર્દ લઈને રે માડી, આવ્યા છીએ રે તારે દ્વાર થાશે ના જો એ દૂર રે માડી, થાશે ના દૂર એ બીજે રે ક્યાંય લઈ મુક્તિની આશ રે માડી, આવ્યા છીએ રે તારી પાસ થાશું ન મુક્ત તારી પાસે રે માડી, થાશું ના મુક્ત બીજે રે ક્યાંય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|