Hymn No. 1681 | Date: 28-Jan-1989
|
|
Text Size |
 |
 |
સુખને પોકાર્યું રે, દુઃખ ત્યાં દોડી આવ્યું રે, એ તો દોડી દોડી આવ્યું વિના પોકારે ભી રે, એ તો ચાલી આવ્યું રે, એ તો દોડી દોડી આવ્યું રાહ ના જોઈ એણે રે, એ તો દોડી દોડી આવ્યું રે, એ તો દોડી દોડી આવ્યું આવી સ્થાન તો એણે રે, મજબૂત તો જમાવ્યું રે, એ તો દોડી દોડી આવ્યું આવી છાયું એવું રે, સુખ તો એમાં દબાતું ચાલ્યું રે, એ તો દોડી દોડી આવ્યું ખુદ તો દોડી આવ્યું રે, સાથે આંસુને ભી તેડી લાવ્યું રે, એ તો દોડી દોડી આવ્યું રાજા, રાય કે રંકને, સહુનું તો મહેમાન બની ચાલ્યું રે, એ તો દોડી દોડી આવ્યું આવી એ તો શક્તિને રે, ઠેસ પહોંચાડતું ચાલ્યું રે, એ તો દોડી દોડી આવ્યું સુખના સૂરજને રે, એ તો ડુબાડતું ડુબાડતું ચાલ્યું રે, એ તો દોડી દોડી આવ્યું જગમાં તો એણે રે, કોઈને બાકી તો ના રાખ્યું રે, એ તો દોડી દોડી આવ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|