પ્રવેશ્યો જીવ જગતમાં, લો સંગ્રામ જીવનનો શરૂ થઈ ગયો
કદી બહાર, કદી પાસે, કદી ખુદથી તો સંગ્રામ શરૂ થઈ ગયો
કદી તો દેખાયા દુશ્મનો, મળ્યો અદીઠ દુશ્મનોનો તો જમેલો
વિના હથિયારનો તો જંગ, લો જીવનમાં શરૂ થઈ ગયો
કદી પોતાની સાથે, કદી પારકા સાથે, તો એ ચાલુ થઈ ગયો
જીવનના અંત સુધી તો એ ચાલુ ને ચાલુ તો રહ્યો
જંગમાં જે થાકી ગયો, જીવનમાં એ તો હારી ગયો
હિંમતથી જે લડી ગયો, જંગ સદા એ તો જીતી ગયો
સાથ તો મળતો ને છૂટતો રહ્યો, જંગ તો સદા ચાલુ રહ્યો
જંગમાં જે હારી ગયો, અંત જીવનનો ત્યાં આવી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)