1989-01-30
1989-01-30
1989-01-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13174
કાંઈ દેતા કાંઈ મળે, એ તો જગનો વ્યવહાર કહેવાય રે
કાંઈ દેતા કાંઈ મળે, એ તો જગનો વ્યવહાર કહેવાય રે
વિના લઈ, જે સદા દેતા આવે, એ તો સંત કહેવાય રે
અશાંત આ જગતમાં, દર્શન દુર્લભ શાંતિના થાય રે
સમાગમ થાતા હૈયું શાંતિ અનુભવે, એ તો સંત કહેવાય રે
ટકરાતા સ્વાર્થ, મળતા મોકો, અહિત કરતા જગ ના અચકાય રે
અહિત કરનારનું પણ, સદા હિત કરે, એ તો સંત કહેવાય રે
થાતા ભૂલ જગ તૂટી પડે, છે જગનો તો આ વ્યવહાર રે
થાતા ભૂલ જે મારગે ચડાવે, એ તો સંત કહેવાય રે
કામ ક્રોધમાં મન વિચલિત થાયે, જગમાં આ દેખાય રે
કસોટીએ પણ જે ચલિત ન થાયે, એ તો સંત કહેવાય રે
હર સમયે ઇચ્છા ને વાસનાની, અદલાબદલી જગમાં દેખાય રે
હરિ દર્શન વિના ના કોઈ હૈયે, એ તો સંત કહેવાય રે
સુખમાં સહુ તો દોડી આવે, દુઃખમાં તો દૂર જાય રે
સુખમાં દઈ આશિષ, દુઃખે દોડી આવે, એ તો સંત કહેવાય રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kāṁī dētā kāṁī malē, ē tō jaganō vyavahāra kahēvāya rē
vinā laī, jē sadā dētā āvē, ē tō saṁta kahēvāya rē
aśāṁta ā jagatamāṁ, darśana durlabha śāṁtinā thāya rē
samāgama thātā haiyuṁ śāṁti anubhavē, ē tō saṁta kahēvāya rē
ṭakarātā svārtha, malatā mōkō, ahita karatā jaga nā acakāya rē
ahita karanāranuṁ paṇa, sadā hita karē, ē tō saṁta kahēvāya rē
thātā bhūla jaga tūṭī paḍē, chē jaganō tō ā vyavahāra rē
thātā bhūla jē māragē caḍāvē, ē tō saṁta kahēvāya rē
kāma krōdhamāṁ mana vicalita thāyē, jagamāṁ ā dēkhāya rē
kasōṭīē paṇa jē calita na thāyē, ē tō saṁta kahēvāya rē
hara samayē icchā nē vāsanānī, adalābadalī jagamāṁ dēkhāya rē
hari darśana vinā nā kōī haiyē, ē tō saṁta kahēvāya rē
sukhamāṁ sahu tō dōḍī āvē, duḥkhamāṁ tō dūra jāya rē
sukhamāṁ daī āśiṣa, duḥkhē dōḍī āvē, ē tō saṁta kahēvāya rē
|