Hymn No. 1695 | Date: 04-Feb-1989
|
|
Text Size |
 |
 |
રાત ને દિન, સુખદુઃખ, તડકો છાયો, છે જોડિયા સાથીદારો રહે ના બંને એક સાથે, કરો કોશિશ, ભલે આખો જન્મારો અમાસ ને પૂનમ, ભરતી ને ઓટ, છે એ તો જોડિના સાથીદારો સત્ય, અસત્ય, સાચું ને ખોટું, છે એ તો જોડિના સાથીદારો વૈર ને પ્રેમ, શિક્ષા ને ક્ષમા, છે એ તો જોડિના સાથીદારો ક્રોધ ને કરુણા, લોભ ને ત્યાગ, છે એ તો જોડિના સાથીદારો શૂરવીરતા ને કાયરતા, મજા અને વૈરાગ્ય, છે એ તો જોડિના સાથીદારો ઝેર ને અમૃત, જ્ઞાન ને અજ્ઞાન, છે એ તો જોડિના સાથીદારો નફો ને તોટો, તેજ ને અંધકાર, છે એ તો જોડિના સાથીદારો સ્થિર ને અસ્થિર, સવાર ને સાંજ, છે એ તો જોડિના સાથીદારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|