રથ ચાલ્યો જાય રે માડી, તારો રથ ચાલ્યો જાય
સૂર્ય-ચંદ્રના કિરણે, વાયુના સૂસવાટે, તારો રથ ચાલ્યો જાય
કલ્યાણ એ જગનું કરતો જાય રે માડી, તારો રથ ચાલ્યો જાય
તારાના ટમટમાટે, વીજળીના ઝબકારે રે માડી, તારો રથ ચાલ્યો જાય
ઉમંગ ને ઉલ્લાસ, જગમાં ભરતો જાય રે માડી, તારો રથ ચાલ્યો જાય
ઉષાના ઉમંગે ને સંધ્યાની શાંતિએ રે માડી, તારો રથ ચાલ્યો જાય
હૈયે-હૈયે, શ્વાસે-શ્વાસે, ચેતન ભરતો જાય રે માડી, તારો રથ ચાલ્યો જાય
શિયાળાની ઠંડીએ, ઉનાળાની ગરમીએ રે માડી, તારો રથ ચાલ્યો જાય
આનંદ લહેરીઓ, લહેરાવતો જાય રે માડી, તારો રથ ચાલ્યો જાય
નદીના નીરે, સાગરના ઘૂઘવાટે રે માડી, તારો રથ ચાલ્યો જાય
જગના સહુ બાળને, હેતે નીરખતો જાય રે માડી, તારો રથ ચાલ્યો જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)