થાતું હોય જે આજે, તે આજે તો કરી લે
છોડ ના તું કાલ પર, કાલની કોને ખબર છે
છે મોત તો અતિથિ, ના તિથિ એની કોઈને ખબર છે
છે જે હાથમાં, રહેશે શું હાથમાં, ના એની ખબર છે
સૂતા રાતના, ઉગશે સવાર, ના તો એની ખબર છે
છે ગતિ વિચિત્ર વિધાતાની, સદૈવ તૈયાર રહેજે
છૂટયો શ્વાસ, આવશે પાછો, ના એની ખબર છે
મળ્યો દેહ માનવનો, મળશે ફરી, ના એની ખબર છે
મળ્યો જે મોકો, મળે ફરી, ના તો એની ખબર છે
વહેલા કે મોડા, સહુને તો પ્રભુ પાસે જવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)