તમે બનો અમારા રે ‘મા’, અમને બનાવો રે તમારા
મિટાવી દો રે માડી, જુદાઈના તો કિનારા - તમે...
સહી ખૂબ જુદાઈ, જુદાઈ તો, નથી હવે સહેવાતી - તમે...
કરી મિલન હવે માડી, મિટાવો જુદાઈના કિનારા - તમે...
નથી જગમાં તો કાંઈ, તારાથી વધુ તો પ્યારા - તમે...
રહી સદા આંખ સામે, મિટાવો જુદાઈના કિનારા - તમે...
સુખદુઃખ નથી સમજાતા, રહે નામ તારા, જ્યાં જવાના - તમે...
સૂર હૈયે તો તારા સંભળાતા, મિટાવી દો જુદાઈના કિનારા - તમે...
ભાન આસપાસના ભુલાયા, વાટ નયનો રહ્યા છે જોતા - તમે...
દઈ દર્શન હવે તો માડી, મિટાવી દો જુદાઈના કિનારા - તમે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)