રહે ગતિ, આત્માની તો સદા પ્રભુ ભણી
સરિતા વહે સદા, તો જેમ સાગર ભણી
મિલનના જ્ઞાનની જાગે તો જ્યાં ભરતી
ધસમસતી વહે એ તો, એના સ્થાન પ્રતિ
માયા-મમતાના ખડક દેશે એ તો તોડી
વહેશે, ગતિ તો અન્યની તો પ્રભુ ભણી
ખડકને પણ દેશે સરિતા તો તોડી
વહેશે ધસમસતી એ તો સાગર ભણી
ઊછળતા ઉમંગે જાશે બંને તો ધસતી
સાગરમાં સમાઈ, પામે એ તો વિશ્રાંતિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)