લીધા શ્વાસ કેટલા, છે બાકી કેટલા
ના હિસાબ છે કોઈ પાસે એનો સાચો
છે હિસાબ તો પ્રભુ પાસે એનો પાકો
ખાધું કેટલું, ખાશું કેટલું, ના કોઈ જાણે
કર્તાની ઇચ્છા વિના, કણ મોંમા ન જાયે
પલકમાં વિનાશ તો ક્યાં ના ક્યાં જાયે
દોર પ્રભુનો, તોય હાથ ના આવે
મન સદા નાચતું રહે, સહુ એ જાણે
એના નચાવ્યા જગમાં સહુ તો નાચે
ભાવ તો હૈયામાં સદા જેવા જાગે
સૃષ્ટિ તો સદા, એને એવી રે લાગે
સાકરની મીઠાશ ખાધી હોય, એજ જાણે
ચાખ્યા વિના મીઠાશ, એની ક્યાંથી પામે
મુક્તિના ગુણગાન, જગમાં સહુ કોઈ ગાયે
મુક્ત બન્યા વિના, મજા એની ક્યાંથી મહાણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)