કહી દે આજે મને રે માડી
ગણ્યો તેં મને, પરાયો કે તારો
સમજ નાસમજમાં, કીધાં કર્મો સાચા કે ખોટા
માડી, હવે મને તો સુધારો
દેજે શક્તિ, ના કરું કર્મો એવા
બનું ના હું, તને આંખમાં ખૂંચનારો
દે આશિષ એવી, કરું કર્મો એવા
બનું હું, તારી આંખનો સિતારો
કરવા છે સદાયે કર્મો તો એવા
બનું હું તો, તારા હૈયાનો પ્યારો
જોઈ રાહ ઘણી મેં, વધુ ના જોવરાવતી
જોજે વીતી ના જાયે આ જનમારો
રહ્યો છું ડૂબતો, રાખ મને તરતો
માડી, હવે આ ભવસાગરે તારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)