રહ્યો ઊભો દર્પણ સામે, તનડું મારું દેખાયું
લાખ કોશિશો કીધી, મનડું મારું ના દેખાયું
કરી દૃષ્ટિ જ્યાં આંખમાં, હૈયું મારું ત્યાં દેખાયું
જોયો હાથ એમાં મારો, ના જોઈ શક્યો એમાં શું છુપાયું
લાગ્યું મુખડું સુંદર મારું, હૈયું ખૂબ ત્યાં તો હરખાયું
ભાવો તો રહ્યા બદલાતા, ભાવે ભાવે રૂપ ત્યાં બદલાયું
પ્રશસ્તિ હૈયે ખૂબ જાગી, ગીત એનું ત્યાં સંભળાયું
ભૂતકાળ, ભવિષ્યકાળ, ગયો જાગી, વર્તમાન ત્યાં ભુલાયું
નશ્વર આ જગમાં તો ત્યાં, જવલંત પાત્ર ત્યાં દેખાયું
સર્વગુણોનાં ઝરણાં જાગ્યાં, ભાન દુર્ગુણોનું દબાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)