નયનો ભરી ભરી નીરખવા દે રે માડી
એમાં ઊંડે ઊંડે તો ડૂબવા દે રે માડી
નીરખે તું જગને માડી, જગને તુજમાં નીરખવા દે રે માડી
સમાયું શું એમાં, સમજ એની, સમજ સાચી ભરી દે
યુગો ને યુગો રે એમાં, વીત્યા રે માડી
અવતારો ને અવતારો, એમાં સમાયા છે રે માડી
સૂર્ય, ચંદ્ર ને તારાં, ખૂબ એમાં સમાયા છે રે માડી
બ્રહ્માંડ ને બ્રહ્માંડો, સમાયા એમાં છે રે માડી
કાળ પણ ત્યાં થંભી જાય છે રે માડી
સુંદર, અસુંદર બધું, એમાં સમાયું છે રે માડી
કૃપા થાય તારી, દેખાય બધું એમાં રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)