વહી જ્યાં ગંગા, એળે એ જાતી નથી
વહી જ્યાં, પાવન કર્યા વિના રહેતી નથી
નીકળ્યો જ્યાં શ્રાપ હૈયેથી, એળે એ જાતો નથી
કાર્ય કર્યા વિના, પાછો એ ફરતો નથી
છૂટયું જ્યાં તીર, આગળ વધ્યા વિના રહેતું નથી
આવતા વચ્ચે, વિંધ્યા વિના રહેતું નથી
વહે નદીમાં નીર, વહયા વિના રહેતા નથી
ધસી આગળ, સાગરને મળ્યા વિના અટકતા નથી
વરસ્યો જ્યાં મેહ, ધરતીને ભીંજવ્યા વિના રહેતો નથી
નાખ્યું બીજ જ્યાં એમાં, ઊગ્યા વિના રહેતું નથી
ખૂટયું જ્યાં આયુષ્ય, મરણ આવ્યા વિના રહેતું નથી
છૂટયાં જ્યાં વિકારો, મુક્તિ મળ્યા વિના રહેતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)