Hymn No. 1722 | Date: 18-Feb-1989
|
|
Text Size |
 |
 |
1989-02-18
1989-02-18
1989-02-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13211
ધોમધખતા સંસાર તાપમાં રે માડી, શીતળ છાયા તારી ધરી દે - રે માડી
ધોમધખતા સંસાર તાપમાં રે માડી, શીતળ છાયા તારી ધરી દે - રે માડી ઊંચે ઊછળતા, મોજે સંસાર રે માડી, નાવ મારી સંભાળી લે - રે માડી લપસતી ધરતી પર, લપસતા મારા પગને રે માડી, લપસતાં આજ સંભાળી લે - રે માડી કાદવકીચડ ભરેલા કૂવામાં રે માડી, પડતો મને બચાવી લે - રે માડી ભાવો ને વૃત્તિની અથડામણમાં રે માડી, આજ મને બચાવી લે - રે માડી ચારેકોર દેખાતા અંધકારને રે માડી, તારા પ્રકાશે હટાવી દે - રે માડી ઘા પર ઘા રહે વાગતાં જગમાં રે માડી, કવચ તારું પહેરાવી દે - રે માડી નત્મસ્તકે નમુ, તારા ચરણમાં રે માડી, તારા ચરણમાં રહેવા દે - રે માડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dhomadhakhata sansar taap maa re maadi, shital chhaya taari dhari de - re maadi
unche uchhalata, moje sansar re maadi, nav maari sambhali le - re maadi
lapasati dharati para, lapasata maara pag ne re maadi, lapasatam aaj sambhali le -
reich maadi, padato mane bachavi le - re maadi
bhavo ne vrittini athadamanamam re maadi, aaj mane bachavi le - re maadi
charekora dekhata andhakarane re maadi, taara prakashe hatavi de - re maadi
gha paar gha rahe vagatam jag maa re maadi, kavacha de taaru re maadi
natmastake namu, taara charan maa re maadi, taara charan maa raheva de - re maadi
|
|