હૈયામાં સમયની રાખને જરા હટાવી દે
યાદ ‘મા’ ની ત્યાં તાજી થશે
યાદે યાદે કંડારી છે ‘મા’ ની મૂર્તિ રે
મૂર્તિ પાછી જાગી જશે
નીરખતાં, નીરખતાં મનોહર મૂર્તિ ‘મા’ ની રે
સબંધ તારો તાજો થશે
ગૂંથાયેલા તાર તો ‘મા’ ની સાથેના રે
ફરી પાછા સંધાઈ જશે
એની યાદ સાથે, યાદ બીજી જ્યાં આવી જશે
ખંખેરી, ‘મા’ ની યાદમાં ડૂબી જજે
જોજે પાછી સમયની રાખ ના પાછી ચડી જાયે
ફરી સમય પાછો નહીં મળે
સદા મધુરા હાસ્યથી, મૂર્તિ ‘મા’ ની હસતી હશે
પડતા દૃષ્ટિ તારી, એ મલકી ઊઠશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)