|
View Original |
|
પગલે પગલે તો માનવી પરખાય છે
કોઈ પગલાં ભારી પડતાં, કોઈ પડતાં હળવા
સ્થિતિ મનની એમાં બોલી જાય છે - રે
કોઈ પગલાં પડતાં સરખા અંતરે
સ્થિરતા એમાં તો વરતાય છે - રે
કોઈ પગલાં પડે, એવા આડાઅવળા
નશાની ચાડી એ તો ખાય છે - રે
જમણું પગલું જ્યાં ભારી પડે
મક્કમતાં એ બતાવી જાય છે - રે
કોઈ પગલાં પડે થોડે અંતરે આડા
માંદગી કે મૂંઝવણ એમાં પરખાય છે - રે
કોઈ પગલાં લાંબે લાંબે પડતાં
ઉતાવળનું દર્શન, એમાં તો થાય છે - રે
કોઈ પગલાં, પક્ષી, જાનવર કે માનવના જુદા દેખાય છે
પગલેપગલાં, કંઈ ને કંઈ તો કહી જાય છે - રે
કોઈ પગલું ઢસડાતું દેખાય છે
પગની હાલત એ બતાવી જાય છે - રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)