છે અનેક કેડી જગમાં, જે ‘મા’ ના દ્વારે દે પહોંચાડી
કરી નિર્ણય પાકો, લેજે એકને તો તું પકડી
ના રાખ લક્ષ્ય અન્ય કેડી પર, રાખ જેને તેં પકડી
રહેજે જોતો પગલાં તારા, જાશે નહિતર તું ગબડી
અનેક કેડી જોવા કરતા, રહેજે તારી કેડી પર ચાલી
ચાલીશ તારી કેડીએ, દેશે એક દિન તને પહોંચાડી
સાથે ને સાથે હશે રે માતા, પથ પ્રદર્શક બની
જાતો ના મૂંઝાઈ, દેજે હૈયે ધીરજ ને શ્રદ્ધા ભરી
રહેશે અનુભવ કદી તો જુદા, ઉત્સાહ જોજે ના છોડી
વિશ્વાસે-વિશ્વાસે દેજે ચાલી, માતા આવશે સામે ઊભી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)