ખટખટાવે છે, હૈયાને રે માડી, યાદો તારી રે
જનમોજનમના સંભારણા દે છે જગાવી રે
દે છે નયનોમાં રે, જગાવી ખૂબ ઇંતેજારી રે
હૈયાના બંધ દ્વારને રે, દીધા એણે ઉઘાડી રે
જે લુપ્ત થઈ હતી રે, જાગતા વાર ન લાગી રે
હૈયામાં રહી હતી ખૂબ રે, રાખી હતી સંભાળી રે
સુખે ના એ સાંભરી રે, દુઃખે ખૂબ યાદ આવી રે
રહી આવતી ઉપર ને ઉપર રે, જ્યાં, ઊંડેથી ઢંઢોળી રે
ગયો જ્યાં ડૂબી એમાં રે, દીધું ભાન બીજું ભુલાવી રે
સદા યાદે યાદે, યાદોને રે રાખવી છે તાજી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)