1989-02-23
1989-02-23
1989-02-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13219
દિલથી નીકળી વાણી, દિલને સ્પર્શી જાય
દિલથી નીકળી વાણી, દિલને સ્પર્શી જાય
નીકળી જ્યાં ઊંડેથી, દિલમાં પહોંચી જાય
નીકળે અનુભવની વાણી, અનુભવ એમાં બોલી જાય
રસ્તો દેખાડે એ સાચો, મૂંઝવણ એ ટાળી જાય
ઉપરછલ્લી વાણી, એ તો ખોટી રે કહેવાય
ના સ્પર્શે એ ખુદને, અન્યને સ્પર્શે ના જરાય
ગોળ ગોળ વાણી, ના ક્યાંયે એ લઈ જાય
રહી રહી આવે એ પાછી, જ્યાંથી એ શરૂ થાય
સચોટ નીકળે વાણી, ભલે એ કડવી કહેવાય
થોડામાં ઝાઝું કહી દે એ, ધારી અસર કરી જાય
મિથ્યા નીકળે વાણી, એ સત્વહીન કહેવાય
ના કોઈ ઉદ્દેશ એનો, મિથ્યા એ તો વહેતી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દિલથી નીકળી વાણી, દિલને સ્પર્શી જાય
નીકળી જ્યાં ઊંડેથી, દિલમાં પહોંચી જાય
નીકળે અનુભવની વાણી, અનુભવ એમાં બોલી જાય
રસ્તો દેખાડે એ સાચો, મૂંઝવણ એ ટાળી જાય
ઉપરછલ્લી વાણી, એ તો ખોટી રે કહેવાય
ના સ્પર્શે એ ખુદને, અન્યને સ્પર્શે ના જરાય
ગોળ ગોળ વાણી, ના ક્યાંયે એ લઈ જાય
રહી રહી આવે એ પાછી, જ્યાંથી એ શરૂ થાય
સચોટ નીકળે વાણી, ભલે એ કડવી કહેવાય
થોડામાં ઝાઝું કહી દે એ, ધારી અસર કરી જાય
મિથ્યા નીકળે વાણી, એ સત્વહીન કહેવાય
ના કોઈ ઉદ્દેશ એનો, મિથ્યા એ તો વહેતી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dilathī nīkalī vāṇī, dilanē sparśī jāya
nīkalī jyāṁ ūṁḍēthī, dilamāṁ pahōṁcī jāya
nīkalē anubhavanī vāṇī, anubhava ēmāṁ bōlī jāya
rastō dēkhāḍē ē sācō, mūṁjhavaṇa ē ṭālī jāya
uparachallī vāṇī, ē tō khōṭī rē kahēvāya
nā sparśē ē khudanē, anyanē sparśē nā jarāya
gōla gōla vāṇī, nā kyāṁyē ē laī jāya
rahī rahī āvē ē pāchī, jyāṁthī ē śarū thāya
sacōṭa nīkalē vāṇī, bhalē ē kaḍavī kahēvāya
thōḍāmāṁ jhājhuṁ kahī dē ē, dhārī asara karī jāya
mithyā nīkalē vāṇī, ē satvahīna kahēvāya
nā kōī uddēśa ēnō, mithyā ē tō vahētī jāya
|