દેશ ફર્યો, વિદેશ ફર્યો, ફર્યો હું પરદેશમાં, પહોંચ્યો ના તોયે હું અંતરના પ્રદેશમાં
જોયા મેં અનેકને, મળ્યો અનેકને જીવનમાં હું જગમાં, મળ્યો ના અંતરમાં હું એકને
ગભરાવ્યા જીવનમાં અનેકને, ના ગભરાયો કોઈથી, ગભરાયો હું મારા અંતરમાં પહોંચવાને
ટેવાયેલો હતો હું અનેકોની વાહ વાહથી, અંતરમાં ના વાહ વાહ કરનાર મને જડયા
મારી વાહ વાહ સાંભળવાની આદતો, મને મારા અંતરના પ્રદેશમાં જ્યાં ન દીધો
અનેક ભાષા જાણી જીવનમાં, મારા અંતરના મોતની ભાષા ના હું શીખી શક્યો
જોયા દુઃખ દર્દ, દેશ વિદેશ પ્રદેશમાં, હતા નામો જુદા સહુના, મુખ પર ભાવો એક હતા
હતી બહારની શાંતિ જુદી, હતી અંતરની શાંતિ તો જુદી, ના એને હું પચાવી શક્યો
હતી ઝાકજમાળ બહાર, હતી ના એ અંદર, બહારને બહાર રહ્યો એમાં હું ફરતો
અંદર અસ્તિત્વ મારું જાતું હતું ઓગળી, મારા અસ્તિત્વએ અંદર જાતા મને રોક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)