મૂંઝાતા માનવને રે મૂંઝારો મૂંઝવી જાય
રહે ચાલુ, ના મળે ઉકેલ કે હૈયું ખાલી થાય
કદી માનવને મૂંઝવે પૈસા, કદી વિકારો ટકરાય
કદી અસંતોષ સળગાવે હોળી, કદી અશક્તિ કહી જાય
કદી નિરાશા નરમ બનાવે, કદી નિરાશાએ તૂટી જાય
કદી સબંધ ભૂખ્યા જીવને, હડસેલો લાગી જાય
બને અસહ્ય મૂંઝારો, ક્રોધ ત્યાં તો બોલી જાય
મૂંઝવણે મૂંઝાય જ્યારે, પરખ સાચા ખોટાની ઘટી જાય
વધતો વધતો ખૂબ વધે, અસફળતા મળતી જાય
જોર એનું જાશે રે ઘટતું, જો સમજણ સાચી મળી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)