Hymn No. 1736 | Date: 26-Feb-1989
|
|
Text Size |
 |
 |
1989-02-26
1989-02-26
1989-02-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13225
હજારો વાતની જરૂર નથી રે માડી, એક વાતની તો જરૂર છે
હજારો વાતની જરૂર નથી રે માડી, એક વાતની તો જરૂર છે જગ મને એનો ગણે ના ગણે રે માડી, એકવાર મને તું તારો કહી દે લક્ષ્મી મને તું દે, ના દે રે માડી, ભક્તિનું ભાથું તો દઈ દેજે દાન બીજા તું દે, ના દે રે માડી, શ્રદ્ધાનું દાન તો દઈ દેજે મળે ના મળે સ્થાન મને બીજે રે માડી, ચરણમાં તારા સ્થાન દઈ દેજે ભાથું બીજું મળે ના મળે રે માડી, ભાથું ધીરજનું તો ભરી દેજે દૃષ્ટિમાં દેખાય બીજું ના દેખાયે રે માડી, દૃષ્ટિ મારી તુજ પર રહેવા દેજે સંભળાય ના સંભળાય બીજું રે માડી, સાદ તારો કાનમાં ગૂંજવા દેજે સુગંધ મળે બીજી ના બીજી રે માડી, સદ્ગુણોની સુગંધ ભરી દેજે પગ મારા પડે બીજે ના પડે રે માડી, સત્તપથ પર સદા ચાલવા દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hajaro vatani jarur nathi re maadi, ek vatani to jarur che
jaag mane eno gane na gane re maadi, ekavara mane tu taaro kahi de
lakshmi mane tu de, na de re maadi, bhaktinum bhathum to dai deje
daan beej tu de, na de re maadi, shraddhanum daan to dai deje
male na male sthana mane bije re maadi, charan maa taara sthana dai deje
bhathum biju male na male re maadi, bhathum dhirajanum to bhari deje
drishtimam dekhaay biju na dekhaye re maadi, drishti maari tujh paar raheva deje
sambhalaya na sambhalaya biju re maadi, saad taaro kanamam gunjava deje
sugandh male biji na biji re maadi, sadgunoni sugandh bhari deje
pag maara paade bije na paade re maadi, sattapatha paar saad chalava deje
|