આવીને વસો હૈયે મારી માત રે, હૈયાના દ્વાર મારા ખુલ્લા છે
આવીને કરજો ત્યાં નિરાંત રે માડી, હૈયાના દ્વાર મારા ખુલ્લા છે
કરજે ત્યાં, નિત્ય આરામ રે માડી, હૈયાના દ્વાર મારા ખુલ્લા છે
જાજે ભૂલી તું જગની બધી જંજાળ રે માડી, હૈયાના દ્વાર મારા ખુલ્લા છે
છું સદાયે હું તો તારો બાળ રે માડી, હૈયાના દ્વાર મારા ખુલ્લા છે
જાશે બની એ તો સ્વર્ગનું દ્વાર રે માડી, હૈયાના દ્વાર મારા ખુલ્લા છે
નથી ત્યાં બીજા કોઈનું કામ રે માડી, હૈયાના દ્વાર મારા ખુલ્લા છે
પડતાં પગલાં તારાં, બનશે પવિત્ર ધામ રે માડી, હૈયાના દ્વાર મારા ખુલ્લા છે
બનશે એ તો સુખનું ધામ રે માડી, હૈયાના દ્વાર મારા ખુલ્લા છે
નથી જોઈતું મારે બીજું કોઈ રે માડી, હૈયાના દ્વાર મારા ખુલ્લા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)