શંકાની આંધી જાગી ગઈ, વિશ્વાસનું લંગર તૂટી ગયું
લો નાવ ત્યાં તો ડોલી ગઈ (2)
અંધકાર તો છવાઈ ગયો, ભાન દિશાનું ભુલાઈ ગયું
ક્રોધે હૈયું જલી ગયું, શાન ભાન ભુલાઈ ગયું
ચિંતાના પૂર તો ચડી ગયા, સુકાન હાથથી છૂટી ગયું
આશાની દીવાલો તૂટતી ગઈ, નિરાશા તો મળતી રહી
દુઃખના તાપ તો તપી ઉઠયા, પ્રેમની સરવાણી સુકાઈ ગઈ
મનમાં મૂંઝવણ વધતી રહે, ઉકેલ એના ના જડયા
કઠણ કાળજાને ચોટ લાગી, દવા એની ના જડી
ત્યાગની અવધિ આવી ગઈ, પટ્ટી માયાની ના ઊતરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)