Hymn No. 1740 | Date: 28-Feb-1989
|
|
Text Size |
 |
 |
ચિંતા જાગે મારી, તારા હૈયામાં રે માડી, ધ્યાન મારું રાખજે રે
Chinta Jage Mari, Tara Haiyama Re Madi, Dhyan Maru Rakhje Re
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1989-02-28
1989-02-28
1989-02-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13229
ચિંતા જાગે મારી, તારા હૈયામાં રે માડી, ધ્યાન મારું રાખજે રે
ચિંતા જાગે મારી, તારા હૈયામાં રે માડી, ધ્યાન મારું રાખજે રે મોકલ્યો છે મને જ્યારે જગમાં રે માડી, સંભાળ મારી રાખજે રે વિચલિત થાતા મારા વિચારોને રે માડી, કાબૂમાં તારા રાખજે રે દિનભર કર્મો ભલે કરાવે રે માડી, નીંદર શાંતિની આપજે રે જગમાં મૂંઝાતા તારા આ બાળને રે માડી, માર્ગદર્શન તારું આપજે રે પ્યાર કાજે તલસતા આ બાળને રે માડી, પ્યાર થોડો આપજે રે શ્વાસેશ્વાસે ઘટતી શક્તિને રે માડી, શક્તિ થોડી તારી આપજે રે ખોટા રસ્તે પડે ના પગલાં રે માડી, સાચી કેડીએ ચલાવજે રે હરદમ મારી સાથે રહીને રે માડી, એકલો મને ના રાખજે રે થાકું જ્યારે આ જગમાં રે માડી, સ્થાન ચરણમાં આપજે રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chinta hunt mari, taara haiya maa re maadi, dhyaan maaru rakhaje re
mokalyo che mane jyare jag maa re maadi, sambhala maari rakhaje re
vichalita thaata maara vicharone re maadi, kabu maa taara rakhaje re
dinabhara nar rakhaje re jadi, re jadi, re jantagata, karmara re
mantagini a baalne re maadi, margadarshana taaru aapje re
pyaar kaaje talasata a baalne re maadi, pyaar thodo aapje re
shvaseshvase ghatati shaktine re maadi, shakti thodi taari aapje re
khota raste paade na pagala re maadi, sachi kedie radahama re
maari maadi re , ekalo mane na rakhaje re
thakum jyare a jag maa re maadi, sthana charan maa aapje re
|