ચાહે છે ચાહે છે, જગમાં સહુ, કોઈને કોઈ, પેન્શન તો ચાહે છે
સુખને આરામમાં રહેવા સહુ ચાહે છે, પુણ્યનું પેન્શન જગમાં તેથી તો ચાહે છે
નાનાને મોટા સહુ કરતા જાય છે, પેન્શન આશા એમાં તો રાખતા જાય છે
જીવનમાં તો સહુ કાંઈને કાંઈ શીખવા ચાહે છે, સ્થિરતાનું પેન્શન એમાં ચાહે છે
શ્વાસ લેવા જીવનમાં સહુ ચાહે છે, આયુષ્યનું પેન્શન એમાં સહુ ચાહે છે
ચાહે ના હાર જગમાં તો કોઈ, જીવનમાં જિતનું પેન્શન એમાં સહુ ચાહે છે
ચાહે છે ચાહે છે સુખની નીંદર સહુ ચાહે છે, ના ચિંતાનું પેન્શન કોઈ ચાહે છે
ચાહે જગમાં સહુ કોઈ મેળવવું, જગમાં આયુષ્યનું પેન્શન સહુ ચાહે છે
કરે છે ભક્તિ સહુ કોઈ પ્રભુની, પ્રભુની છત્રછાયાનું પેન્શન સહુ કોઈ ચાહે છે
રહ્યાં છે બાંધતા આસપાસ સહુ સુરક્ષિતતાની દીવાલો, તોફાનમાંથી પેન્શન સહુ ચાહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)