પૂછશો સાગરને, ઊછળે હૈયે તારા રે મોજા કેટલા
મળશે એક જ જવાબ એનો, કે ખબર નથી, ખબર નથી
પૂછશો આકાશને, ટમકે હૈયે તારા તારલિયા કેટલા – મળશે…
પૂછશો વર્ષાને, વરસાવ્યા બિંદુ ધરતી પર કેટલા – મળશે…
પૂછશો માનવને, લીધા શ્વાસ તે કેટલા – મળશે…
પૂછશો સૂર્યને, ફેંક્યા ધરતી પર કિરણો કેટલા – મળશે…
પૂછશો ધરતીને, કર્યા ધારણ બીજ તે કેટલા – મળશે…
પૂછશો કાળને, વીત્યા દિન કેટલા – મળશે…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)