નહીં રે નહીં, નહીં રે નહીં, કરશો ના જીવનમાં વારેઘડીએ નહીં રે નહીં
સમજી વિચારીને જો ના કરશો જીવનમાં, ઉપાધિ આવ્યા વિના રહેશે નહીં
કરશો ના જીવનમાં, કહેશો નહીં જીવનમાં રે ત્યારે નહીં રે નહીં
ચાહો ના જીવનમાં જે, માંગો ના જીવનમાં જે, મળી જાય જ્યારે
પુકારી ઊઠશે હૈયું, જીવનમાં તો ત્યારે - કરશો ના
થાશે ના કદી ધાર્યું, કદી થાશે ના ધાર્યું, બધી વાતોમાં કરી ના બેસો નહીં
પ્રેમની ક્યારીમાંથી વિષના અંકુરો ફૂટે નહીં, ફૂટતાં અંકુરો તો એના હશે નહીં
સમજાય કદી થોડું, સમજાય ના કદી, સમજવામાં કદી, નહીંને નહીં કરશો નહીં
લાગે જીવનમાં જ્યારે વાત આપણી કે અન્યની ખોટી, વાત જલદી એ માની લેશો નહીં
વધવું છે જીવનમાં જ્યાં, આગળ આવશે તકલીફો એમાં
ડરીને તકલીફોથી ચાલવું નથી આગળ, એવું તમે કરશો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)