ભવરણે રે ચાલતા, મળશે લૂંટારુંઓ અનેક
લૂંટશે બધું, રાખજો જાળવી, ધરી હૈયે રે વિવેક
મુશ્કેલીએ જે મેળવ્યું, લેશે લૂંટી તો એ બધું
રહી જાગ્રત સદા, જાળવજે સદા તું એને
લેશે લૂંટી સદા એ તારા, સુખશાંતિ ને આનંદ
લૂંટાતા એ બધું, પડશે કરવું તારે તો આક્રંદ
હશે લૂંટારા મોટા તો ને સાથે હશે બીજા અનેક
મારગડે સદા સાવધ રહેજે, રહેશે મળતા એ છેક
પહોંચીશ જ્યાં મંઝિલે, ત્યાં ના એનું તો ચાલશે
સાવધપણે ડગલાં ભરી, મંઝિલે તું પહોંચજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)