છુપાયેલું સત્ય ના દેખાય તને
કાઢ ના દોષ તું સત્યનો, છે દોષ એ તારી નજરનો
દેખાય જો ધૂંધળું, આંખથી તને
ના કાઢ દોષ તું દૃશ્યનો, છે દોષ એ તારી નજરનો
દેખાયે દોષ જો સદા અન્યમાં
કર વિચાર ફરી, છે દોષ એ તારી નજરનો
ફસાઈ માયામાં રાહે ચાલ્યો ખોટો
ના કાઢ દોષ તું રાહનો, છે દોષ એ તારી નજરનો
દેખાયે મંઝિલ ભલે, રહે દૂરની દૂર
ના કાઢ દોષ મંઝિલનો, છે દોષ એ તારી નજરનો
વિચારોના વમળો વધતા, પડે દૃષ્ટિ પર પડછાયા
છે દોષ એ તારા વિચારોનો, કાઢ ના દોષ તારી નજરનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)