Hymn No. 1757 | Date: 06-Mar-1989
|
|
Text Size |
 |
 |
પ્રભુ જ્યાં હાથ ધરે તારો, અન્ય ધરે ન ધરે, ફરક શું રે પડે
Prabhu Jya Hath Dhare Taro,Anya Dhare Na Dhare, Farak Shu Re Pade
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
પ્રભુ જ્યાં હાથ ધરે તારો, અન્ય ધરે ન ધરે, ફરક શું રે પડે પ્રભુ જ્યાં બધું દે રે તને, બીજા દે ન દે, ફરક શું રે પડે પ્રભુ જ્યાં વાત તુજથી કરે, બીજા કરે ન કરે, ફરક શું રે પડે પ્રભુ જ્યાં તારા કામ કરે, બીજા કરે ન કરે, ફરક શું રે પડે પ્રભુ જ્યાં તને યાદ કરે, બીજા યાદ કરે ન કરે, ફરક શું રે પડે પ્રભુ જ્યાં તારી સાથે હસે, બીજા હસે ન હસે, ફરક શું રે પડે પ્રભુ જ્યાં તારા બને, બીજા બને ન બને, ફરક શું રે પડે પ્રભુ જ્યાં તારી સાથે રહે, બીજા રહે ન રહે, ફરક શું રે પડે પ્રભુ જ્યાં દયા કરે, બીજા કરે ન કરે, ફરક શું રે પડે પ્રભુ જ્યાં તને પ્રેમ કરે, બીજા કરે ન કરે, ફરક શું રે પડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|