Hymn No. 1767 | Date: 10-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-10
1989-03-10
1989-03-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13256
મોત તો કાંઈ ના માંગે, મોત તો આવી ચડે
મોત તો કાંઈ ના માંગે, મોત તો આવી ચડે પુણ્ય તો માગ્યું ના મળે, પુણ્ય તો મેળવવું પડે જ્ઞાન તો હૈયામાં જાગે, એ તો મહેનતે પણ મેળવાયે ભક્તિ તો મેળવાતી નથી, ભક્તિ તો હૈયે જાગે છે શુદ્ધ ભાવ મસ્તક નમાવે, ગરજ સો વાર નમાવે છે સંબંધ તો બંધાતા બંધાતા નથી, સંબંધ તો બંધાઈ જાય છે ક્રોધ તો જગાવ્યો જાગે નહિ, સંજોગ જગાવી જાય છે ભાવ તો જલદી જાગે નહિ, ભાવ સહજ પ્રગટી જાય છે વૈર તો કેળવવું ના પડે, વેર તો કદી બંધાઈ જાય છે પ્રેમ કર્યો કદી થાતો નથી, પ્રેમ તો સહજ પ્રગટી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mota to kai na mange, mota to aavi chade
punya to mangyu na male, punya to melavavum paade
jnaan to haiya maa jage, e to mahenate pan melavaye
bhakti to melavati nathi, bhakti to haiye jaage
che shuddh nam bhaav mastaka namave, garaja so
sambandha to bandhata bandhata nathi, sambandha to bandhai jaay che
krodh to jagavyo jaage nahi, sanjog jagavi jaay che
bhaav to jaladi jaage nahi, bhaav sahaja pragati jaay che
vair to kelavavum na pade, ver to kadio that bandhai jaay che
prem prema to sahaja pragati jaay che
|
|