|
View Original |
|
‘મા’ ની ઝાંઝરીના રણકાર મીઠાં રણકે છે
નવ નોરતામાં માડી, જ્યાં ગરબે ઘૂમે છે
એના પગલે પગલે તો દેવલોક ડોલે છે
એના રણકારે તો માનવ હૈયા હરખે છે
યુગો યુગોથી માડી, રમત આ તો રમે છે
એના પગલે પગલે તો કંકુડા ઝરે છે
આનંદ ને ઉમંગનું વાતાવરણ એ તો સર્જે છે
બાળ સાથે માડી, મસ્ત બની ગરબે રમે છે
દિન ને રાત, જગ ચેતનવંતુ, એના ચેતને બને છે
હૈયેહૈયું માનવનું તો આનંદે ઊછળે છે
ભાવ સહુના હૈયામાં તો ખૂબ ઊછળે છે
એના રણકારે રણકારે તો ત્રિભુવન ડોલે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)