અન્યના એશોઆરામ જોઈ, ઇચ્છા સહુને એની જાગે છે
સહુ પોતાને યોગ્ય સમજી, ખુદના કર્મો પર દૃષ્ટિ ના નાખે છે
અંતરથી તો સહુ સહુને, ધર્મના અવતાર તો માને છે
નથી મળી દૃષ્ટિ પૂરી, આ જનમને જોવા, ગોટાળો એ સર્જે છે
સાચો ભરોસો ખુદમાં સારો, ખોટા ભરોસામાં સહુ રાચે છે
મહેનતે તો મળે થોડું, અફસોસ હૈયે તો ખૂબ એનો જાગે છે
રોક્યું રોકાય નહિ, મેળવ્યું મેળવાય નહિ, અઘરું એ તો લાગે છે
વધતા આગળ સહુ રહે, પાછળ છે પોતે, ખ્યાલ એ સતાવે છે
સહન કરે થોડું, ગજવે ઝાઝું, પોકાર શહીદીનો ખૂબ પાડે છે
અવગુણો તો સહુમાં જુએ, ખુદને એમાંથી તો તારવે છે
બળદ ગાડા પાછળ બાંધી, ખુદ ગાડાને ધક્કો મારે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)