નાના ને મોટા વાદળ તો, આકાશે પથરાશે
સમય સમય પર, સદા, એ તો વિખરાશે
કોઈમાંથી ફૂટશે કિરણ થોડા, કોઈ અંધકાર પાથરશે
કોઈને હશે ફરતી રૂપેરી છાંયા, કોઈ કાજળઘેર્યા લાગે
કોઈ રહે વહેતા, તો કોઈ અનેરી ભાત તો પાડે
કોઈ જળના ભારે, ભારે બની વર્ષા વરસાવે
કોઈ વહેતા વાયુએ જાશે તૂટી, કોઈ વાયુએ ઘસડાશે
કોઈ તો તાપ સહીને, છાયં મીઠી તો ધરશે
યુગોથી ના બદલાઈ આ ઘટમાળ, ચાલુ એ રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)