Hymn No. 1776 | Date: 17-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-17
1989-03-17
1989-03-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13265
વધતો, વધતો તું વધશે આકાશે, આકાશ તોયે તુજથી દૂર રહેશે
વધતો, વધતો તું વધશે આકાશે, આકાશ તોયે તુજથી દૂર રહેશે ચાલતો, ચાલતો તું ચાલતો રહેશે, ક્ષિતિજ તોયે તુજથી દૂર રહેશે હાથ ફેલાવતો, તું ફેલાવતો જાશે, પ્રભુને હાથમાં ના જકડી શકશે જ્ઞાન તો તું ભેગું કરતો રહેશે, જ્ઞાન તોયે સદા અધૂરું રહેશે ઊંડો ઊંડો અંતરમાં તું ઊતરશે, ઊંડાણ તો તું ના માપી શકશે ગણી ગણી તું થાકી જાશે, તારા આકાશના ના ગણી શકશે નજર, નજર તું ફેરવતો રહેશે, નજરબહાર તોયે ઘણું રહેશે શ્વાસ સદા તું ભરતો રહેશે, શ્વાસની જરૂર તોયે પડશે વીણી વીણી પથ્થર વીણશે, પથ્થર તોયે મળતા રહેશે સમુદ્રમાંથી ડોલ ભરતો રહેશે, સમુદ્ર તોયે ના ખાલી થાશે અનંત તો સદા અનંત રહેશે, અંત અનંતનો અનંત હશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vadhato, vadhato growth vadhashe Akashe, akasha toye tujathi dur raheshe
chalato, chalato growth chalato raheshe, kshitija toye tujathi dur raheshe
haath phelavato, tu phelavato jashe, prabhune haath maa na jakadi shakashe
jnaan to tu bhegu Karato raheshe, jnaan toye saad adhurum raheshe
undo undo antar maa tu utarashe, undana to tu na mapi shakashe
gani gani tu thaaki jashe, taara akashana na gani shakashe
najara, najar tu pheravato raheshe, najarabahara toye ghanu raheshe
shvas saad tu bharato raheshe toye toye toye toye toye toye mala tu bharato raheshe veena toye,
shini malthara, jarthara, thara jarthata raheshe
samudramanthi dola bharato raheshe, samudra toye na khali thashe
anant to saad anant raheshe, anta anantano anant hashe
|