1989-03-21
1989-03-21
1989-03-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13272
રૂડું હશે કે કૂડું હશે, આખર તન તો માટીમાં મળવાનું છે
રૂડું હશે કે કૂડું હશે, આખર તન તો માટીમાં મળવાનું છે
આવ્યા છે જે-જે આ જગમાં, કાયા એની તો છૂટવાની છે
લાખ જતન કરી જાળવી કાયા, જગ છોડીને તો જવાનું છે
કર્યું હશે ભેગું, ભોગવ્યું ના ભોગવ્યું, ના સાથે લઈ જવાનું છે
બાંધી માયા ખૂબ તનની, તન તો વહાલું લાગ્યું છે
છોડતા આ જગ, ત્યારે તો આકરું લાગવાનું છે
આવ્યા-ગયાના હિસાબ, ના મળતાં, હિસાબ તારો શું થવાનો છે
જાજે જગમાં કંઈક એવું કરી, યાદ સદા એ રહેવાનું છે
અવતારી પણ ચાલી ગયા, કાર્ય તો સાધી ગયા છે
છે કાર્ય તારું ભક્તિ તણું, કાર્ય તારે એ તો સાધવાનું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rūḍuṁ haśē kē kūḍuṁ haśē, ākhara tana tō māṭīmāṁ malavānuṁ chē
āvyā chē jē-jē ā jagamāṁ, kāyā ēnī tō chūṭavānī chē
lākha jatana karī jālavī kāyā, jaga chōḍīnē tō javānuṁ chē
karyuṁ haśē bhēguṁ, bhōgavyuṁ nā bhōgavyuṁ, nā sāthē laī javānuṁ chē
bāṁdhī māyā khūba tananī, tana tō vahāluṁ lāgyuṁ chē
chōḍatā ā jaga, tyārē tō ākaruṁ lāgavānuṁ chē
āvyā-gayānā hisāba, nā malatāṁ, hisāba tārō śuṁ thavānō chē
jājē jagamāṁ kaṁīka ēvuṁ karī, yāda sadā ē rahēvānuṁ chē
avatārī paṇa cālī gayā, kārya tō sādhī gayā chē
chē kārya tāruṁ bhakti taṇuṁ, kārya tārē ē tō sādhavānuṁ chē
|
|