રોમેરોમ જ્યાં રણકી ઊઠશે, તારા નાદે માડી મારા
રક્તના બૂંદેબૂંદમાં ‘મા’, ઊઠશે ગુંજી પડઘા એના
રોમેરોમ જ્યાં રણકી ઊઠશે, તારા નાદે માડી મારા
શ્વાસેશ્વાસમાંથી મારા, ઊઠશે સૂરો તો તારા
અણુએ અણુમાં, મળશે રે અણસાર તો તારા
રોમેરોમ મારા રે માડી, ઊઠશે રણકી જ્યાં નાદે તારા
ઝિલાશે કિરણોએ કિરણે રે માડી, સંદેશા તારા
હૈયાની ધડકને-ધડકને રે માડી, ફૂટશે તારી યાદના ફુવારા
પાંપણના પલકારે-પલકારે રે માડી, મળે તારા આવ્યાના ભણકારા
નજરે-નજરે રે માડી, મળશે રે દર્શન તો તારા
બંધ આંખે ભી રે માડી, ના ચૂકશે પગલાં તો તારા
અંધકારે-અંધકારે રે માડી, પથરાશે તેજ તો તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)