રહે મળતો સાથ નસીબનો જ્યારે, માનવ ખૂબ ગરજી ઊઠે
દુર્ભાગ્ય જ્યારે બાંધે પાશ એના, માનવ રોક ત્યાં બની જશે
કરશે સુખમાં ઉપેક્ષા દુઃખની, દુઃખને તો બહુ ગજવી દેશે
મળે જે, ના રાખે સંતોષ એમાં, દ્વાર દુઃખનો તો ખોલી દેશે
આપે યારી નસીબ જ્યારે, આવડત ખુદની એ સમજી લેશે
પડતા પાસા રે ઉલટા, દોષ નસીબ પર એ તો ઢોળી દેશે
પરાપૂર્વથી રીત આ ચાલી આવી, શીખ્યું ના શીખ્યું કરી લેશે
દુઃખે ખૂબ અકળાઈ ઊઠી, તત્વજ્ઞાનની વાત કરતો રહેશે
સુધરવામાં અસક્ત બની, ખુદ સંજોગોમાં તણાતો જાશે
સંજોગે જે સુધરી જાશે, ધન્ય જીવન એનું તો બની જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)