બનશો જ્યાં અધીરા, અધીરા, અધીરા
બેસશો ગુમાવી, ઘણું રે જીવનમાં જીવનમાં
હશે કિનારો, ભલે રે પાસે, દેખાશે ના ધુમ્મસમાં
જાશે હટી રે ધુમ્મસ, મળે કિરણો, તપ ને સંયમના
જાશે ચૂકી લક્ષ્ય એતો, બન્યા જ્યાં ઉતાવળા ને અધીરા
વીંધી જાશે લક્ષ્ય એ તો, રહ્યા સ્થિર ધ્યેય ને ધીરજમાં
કર્યા સિદ્ધ ધ્યેયો, કરી સ્થિર ગતિ તો ધ્યેયમાં
ના હટયા એ આડાઅવળા, ના તૂટયા ધીરજમાં
પહોંચ્યા જે મંઝિલે, રહ્યું ન બાકી, બન્યા એકરૂપ ધ્યેયમાં
ના સિદ્ધ થયા ધ્યેયો, રહ્યા ફરતા જે ધ્યેયમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)