એ તો કોને ખબર, એ તો કોને ખબર, એ તો કોને ખબર,
એ તો કોને ખબર
તૂટયા મર્યાદાના કિનારા રે જીવનમાં જેના રે જ્યાં,
અથડાશે નાવ જીવનની, એની કેમ ને ક્યાં
તૂટયા કિનારા એના રે જીવનમાં જ્યાં,
અટકાવી શકશે પ્રવાહ અંતરના, કોણ અને ક્યાં
તૂટયા જ્યાં કિનારા, વહી જાશે પૂર અંતરના,
વેરશે વિનાશ એ તો કેવા ને ક્યાં
શોભે સહુ કાંઈ તો મર્યાદામાં, તૂટી જાશે જ્યાં મર્યાદા,
આવે ત્યારે શું કેમ અને ક્યાં
શક્તિ શોભે મર્યાદામાં, તૂટી મર્યાદા એની તો જ્યાં,
સમજાશે નહીં, થયું શું કેમ અને ક્યાં
વાણી શોભે એની મર્યાદામાં, છોડી માર્યાદા એણે જ્યાં,
કથળશે સંબંધ કેવા ને ક્યાં
શોભે સબંધો મર્યાદામાં, વટાવી મર્યાદા એણે જ્યાં,
કથળશે સંબંધ એમાં તો જ્યાં
વિચારોની મર્યાદા તૂટી તો જ્યાં,
સર્જાશે અનર્થ જીવનમાં એના, કેવા અને ક્યારે
કરો વિચાર જીવનમાં તો જ્યાં,
તોડે કુદરત જો મર્યાદા, થાશે ત્યારે તો શું જ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)