દંભ ભરેલી આ દુનિયામાં, દંભ તો ચારેકોર દેખાય
હસતે મુખે આવકારી, ગળે મીઠી છૂરી ફેરવતા જાય
ભર્યો હોય ક્રોધ ખૂબ હૈયે, ઉપરથી મીઠું હસતા જાય
સહાયના નામે દોડી આવી, પીઠમાં લાત મારતા જાય
દોસ્તીનો તો હાથ ફેલાવી, દગો તો રમતા જાય
જ્ઞાનનો ખૂબ દેખાવ કરી, હૈયાનું અજ્ઞાન ઢાંકતા જાય
ઘરમાં હાંડલા કુસ્તી કરે, ફૂલફટાક તો ફરતા જાય
રજવાડી ઠાઠમાઠ તો રાખે, ખિસ્સામાં ના મળે પાઈ
દયા પર તો ખૂબ ભાષણ છોડે, ભૂખ્યાને હડસેલતા જાય
સેવાના નામે કરે દોડાદોડી, સ્વાર્થ તો સહુ સાધતા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)