નથી કાંઈ હાથમાં, ન કોઈ સાથમાં, પડશે જાવું એકલા ને એકલા
મુક્તિ આડે છે દ્વાર કર્મના, પડશે તારે ને તારે તો ખોલવા
મળશે મુસાફરીમાં ઘણા, રહેશે ના છેવટ સુધી તો બધા
રહેશે સમય સમય પર મળતા, રહેશે તો એ તો છૂટા
ના કાંઈ લાવ્યા, ના કાંઈ લઈ જવાના, હાથ ખાલી તો રહેવાના
કથની છે આ સહુની, નથી બદલાઈ, છે બદલવું તો તારા હાથમાં
દ્વાર મુક્તિના તો તેં, અંતે માની લીધેલા તારાએ તો છે રોકવા
હટાવી દે હૈયેથી મારું તારું, દ્વાર હોય જો તારે તો ખોલવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)