છે તું તો મારી મંઝિલ માડી, છે તું તો મારો વિસામો
રહ્યો છું ભવરણે ભટકતો માડી, હવે તો હાથ મારો ઝાલો
સંસાર તાપ તો ખૂબ ઝીલ્યા, હવે શીતળ છાંયડો આપો
રાતદિન રહ્યો છું ચાલતો, નથી આવ્યો મંઝિલનો આરો
કદી ઉત્સાહે, કદી લથડતો, રહ્યો છું હું તો ચાલતો
ભરી અતૂટ આશાઓ હૈયે, રહ્યો છું તુજ પ્રતિ ચાલતો
પહોંચવા મારી મંઝિલે માડી, રહ્યો છું સાથ તારો માંગતો
લાગ્યો છે મારગે થાક ઘણો, થાક મારો હવે તો ઉતારો
કાં તમે હવે સામે આવો, કાં મને મંઝિલે પહોંચાડો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)