આવે છે, આવે છે, જીવનમાં બધું, ધીરે ધીરે તો આવે છે
ચાહત હતી જીવનમાં જેની, તલસતું હતું હૈયું જેને, ધીરે ધીરે નજરમાં એ આવે છે
દિલમાં જાગી તમન્ના જેની, તલસ્યું હૈયું જેના કાજે, ઉમંગ જાગ્યા હૈયે એના કાજે
દુર્ભાગ્યે સતાવ્યું ભલે જીવનને, દોર ભાગ્યના હાથમાં, ધીરે ધીરે તો આવે છે
કંઈક વાતોમાં અણસમજ વર્તાઈ ગઈ મારી, સમજ એની, ધીરે ધીરે મને તો આવે છે
ચાલ્યો જીવનમાં સાચી દિશામાં જ્યાં થોડું, મંઝિલ ધીરે ધીરે પાસે ત્યાં આવે છે
જાગી ગઈ યાદ જીવનમાં જેની, બની ગઈ જ્યાં એ તાજી, ધીરે ધીરે નજરમાં એ તો આવે છે
જીવનમાં દરિયામાં ઓટ તો જોઈ, ભરતી પણ દરિયામાં, ધીરે ધીરે તો આવે છે
દુઃખના દરિયામાં જીવનમાં, ભલે રે ડૂબ્યો રે હું, સુખનો સાગર, ધીરે ધીરે લહેરાયે છે
ઉતાવળે પાક્યા નથી આંબા રે જગમાં, ધીરે ધીરે જગમાં ફળ એના પાકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)