પ્રભુ કર્મો કેરી એક જ લાકડીયે, જગમાં સહુને હાંકે રે
સારા ખોટા કર્મોનો હિસાબ, ચૂક્તે એ કરાવશે રે
હરેક શ્વાસ ને કર્મોના, લેખા સદાયે ત્યાં તો લેવાશે રે
સેવા, ભક્તિ, જ્ઞાન કેરાં કર્મો, પાસુ તો પલટાવશે રે
જાણે અજાણ્યે પણ કર્મો, જગમાં તો થાતાં રહેશે રે
સ્પૃહા વિનાના કર્મો તો, પ્રભુ પોતાની પાસે રાખશે રે
પુણ્ય કેરા કર્મો તો, જીતમાં પાસા પલટી નાખશે રે
કર્મોની ગણતરી ના કરતા, ગણતરી નવ થાશે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)