Hymn No. 1835 | Date: 05-May-1989
|
|
Text Size |
 |
 |
1989-05-05
1989-05-05
1989-05-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13324
રાહ નથી જાણીતી મારી, પ્રભુની રાહે ચાલવા નીકળ્યો છું
રાહ નથી જાણીતી મારી, પ્રભુની રાહે ચાલવા નીકળ્યો છું પહેચાન નથી મને તો મારી, પહેચાન પ્રભુની કરવા નીકળ્યો છું અલ્પ બનીને હું તો, વિરાટમાં સમાવા તો નીકળ્યો છું સાકાર બનીને હું તો, નિરાકારમાં ભળવા નીકળ્યો છું પ્રેમભરી ખૂબ હૈયે, પ્રેમસાગરમાં, તો ડૂબવા નીકળ્યો છું બાળ બની આજે હું તો, જગજનનીને મળવા નીકળ્યો છું ભાવ ભરીને મુજ હૈયે આજે, `મા' ને વધાવવા નીકળ્યો છું પ્રભુનું એક કિરણ બનીને આજે, પ્રભુમાં વિલીન થવા નીકળ્યો છું નિરાધાર સમજીને મુજને આજે, પ્રભુમાં આધાર શોધવા નીક્ળ્યો છું અસહાય સમજીને, મુજને આજે, સહાય પ્રભુની પામવા નીકળ્યો છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raah nathi janiti mari, prabhu ni rahe chalava nikalyo chu
pahechana nathi mane to mari, pahechana prabhu ni karva nikalyo chu
alpa bani ne hu to, viratamam samava to nikalyo chu
sakaar bani ne humbaly to, nirakaramo premhubalyum
chuba, to khub dikabhas, to nirakaramo bhalhum nikabalyum
baal bani aaje hu to, jagajananine malava nikalyo chu
bhaav bhari ne mujh haiye aje, `ma 'ne vadhavava nikalyo chu
prabhu nu ek kirana bani ne aje, prabhu maa vilina thava nikalyo chhajum,
niradhaar samajine, niradhaar samajine, prabhu maa vilina thava
nikalyo chhum, niradhaar aikalyo chhum, niradhaar samajine, nikabhara samajine, niklyahara samajine, nikabhara samajine, nikabhara samajine, niradhaar samajine, nikabhara samajine, niradhaar samajine. sahaay prabhu ni paamva nikalyo chu
|