Hymn No. 1840 | Date: 10-May-1989
|
|
Text Size |
 |
 |
મનને માયા જ્યાં તનની લાગી, મનડું મથે, તનમાં ત્યાં તો ભાગી ભાગી (2) લલચાઈ ખૂબ એમાં, રહે ખૂબ એમાં રાચી, ફરી ફરી જાય એમાં, એ તો ભાગી ભાગી જ્યાં માયા એને તનની ખૂબ ચોંટી, ના દઈ શક્યું, એ તો એને ત્યાગી મોહ લક્ષ્મીનો મનમાં જ્યાં ગયો જાગી, મોહની પાછળ નીંદ ગઈ ત્યાગી ના જોવા દિન કે રાત, જ્યાં રટણ એની લાગી, ફરી ફરી જાય, પાછું એમાં તો દોડી મળે જ્યાં થોડું ને થોડું, થાય એમાં એ રાજી, ભૂલી બીજું બધું, જાય ત્યાં એ તો દોડી મળતાં સુખી, જાતાં દુઃખી, હાલત જાય એ સર્જી, જાય ત્યાં દોડી દોડી, ના દઈ શકે માયા ત્યાગી ના બને જ્યાં સુધી પ્રભુનું એ અનુરાગી, રહેશે ફરતું ને કરતું, રહેશે સદા ભાગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|