Hymn No. 1848 | Date: 15-May-1989
|
|
Text Size |
 |
 |
1989-05-15
1989-05-15
1989-05-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13337
આવ્યા જે જે આ જગમાં, એકદિન જગ છોડીને જવાના રે
આવ્યા જે જે આ જગમાં, એકદિન જગ છોડીને જવાના રે સરતા વાદળની જેમ, એ તો એકદિન વિખરાવાના રે - એક... વહેતા વાયુની જેમ, સદા એ તો જગમાંથી વહી જવાના રે - એક... જળના પરપોટાની જેમ, આવી ઉપર, એ તો ફૂટવાના રે - એક... સાગરની છોળો ઊછળે ઘણી, પાછી સાગરમાં વિલીન થવાની રે - એક... સૂર્યકિરણો નીકળી જેમ, ધરતી પર પહોંચી, વિલીન એ થવાના રે - એક... વ્હેતી સરિતાના જળની જેમ, સાગરમાં જઈ ભળી જવાના રે - એક... ઊઠી વિચારોના તરંગો જેમ, અવકાશે પાછા લુપ્ત થવાના રે - એક... ધરતી પર ઊડતી રજની જેમ, ધરતી પર પાછા પથરાઈ જવાના રે - એક... નીકળી પરમાત્મામાંથી, ફરી પાછા પરમાત્મામાં સમાવાના રે - એક...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavya je je a jagamam, ekadina jaag chhodi ne javana re
sarata vadalani jema, e to ekadina vikharavana re - ek ...
vaheta vayuni jema, saad e to jagamanthi vahi javana re - ek ...
jalana parapotani jema, aavi upara, e to phutavana re - ek ...
sagarani chholo uchhale ghani, paachhi sagar maa vilina thavani re - ek ...
suryakirano nikali jema, dharati paar pahonchi, vilina e thavana re - ek ...
vheti saritana jalani jema, sagar maa jann re - bhali javani ek ...
uthi vichaaro na tarango jema, avakashe pachha lupta thavana re - ek ...
dharati paar udati rajani jema, dharati paar pachha patharai javana re - ek ...
nikali paramatmamanthi, phari pachha paramatmamam samavana re - ek ...
|
|